રાત તો વેરી હોય , એમ લાગે છે,
વાત તો ઘેરી હોય, એમ લાગે છે;
પાંપણો છે ખૂલી અર્ધ બારણાં જેવી ,
યાદો અંધેરી, નગરી એમ લાગે છે;
કોણ જાણેકે ,શુન્ય થઈ ગઈ સ્મૃતિ,
વાતો કંઈ ગહેરી હોય એમ લાગે છે;
કોઈ કારણે તો નીપજ્યું છે કર્મ એવું,
મન જ પ્રહરી ત્યાં હોય એમ લાગે છે,
આમ તો ખોવાય ના કદીય પણ આનંદ ,
દિલ માં ઝેરી કશું ,હોય એમ લાગે છે;
====:: મોહનભાઈ " આનંદ":: ====