Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભ્રષ્ટ પ્રજા , જોઈએ છે નેતા ઇમાનદાર

"લીયો સાહેબ આ સો રૂપિયા બાઈને જવા દો" કહેતો છગન ટ્રાફિક પોલીસમેનને સોની નોટ પકડાવી જતો રહ્યો .
આ બાજુ તેનો ભાઈ મગન તલાટીમંત્રીની ચેમ્બરમા લાઈનમા ઉભો હતો પોતાના છોકરાનો જન્મતારીખનો દાખલો કઢવવા . લાઈન બહુ લાંબી ચાર પાંચ ગામ વચ્ચે એક તલાટી એટલે ચાર પાંચ દિવસે વારો આવે . હળવે હળવે છગન આગળ જઈ "સાહેબ મારી દીકરાનો જન્મતારીખનો દાખલો કઢવવાનો છે. લીયો આ પચાસ રુપિયા ચા-પાણીના ખોટું લાઈનમા ઉભુ ના રહેવું ".
આ બે પ્રસંગ એટલા માટે લખવામા આવ્યા કારણ કે આજે લોકો એટલા અંધ થઈ ગયા કે શુ કરે છે તેનું ભાન જ નથી . વાત પચાસ કે સો રુપિયાની નથી , વાત છે માનસિક ગુલામીની . જયા સુધી જાગૃત પ્રજા નહી થાય ત્યાં સુધી આ દેશ માથી ભ્રષ્ટાચાર કે ગરીબીને કોઈ દુર કરી શકે તેમ નથી . કેવી વિચારધારા બની , જયા મફતનું મળે ત્યાં ચોવીસ કલાક લાઈનમા ઉભા રહે , જે કામ અગત્યનું છે તે કામ ઝડપી પુર્ણ થાય અેટલે પચાસ કે સો ની નોટ જે તે અધિકારીને પકડાવી દે .
યાદ રાખજો ભ્રષ્ટાચારનો જન્મપ્રજાએ જ કરેલો છે ભલે પછી તે સત્તાના આંગણામા મોટો થયો હોય , કે પછી ઐયાસીની બાહોમા ઝુલ્યો હોય . પણ જન્મદાતા તો આ ભ્રષ્ટપ્રજા જ છે . પાંચ રૂપિયાથી લઈ પાંચ કરોડ સુધીની ગેરકાયદેસર કામ કરવાની બોલી પ્રજા જ લગાવે છે , આરોપ અધિકારીઓ પર લાગવામા આવે છે . ભ્રષ્ટાચાર નાબૂદ થાય એ વાતો વોટસઅપ કે ફેસબુકમા જોરસોરથી બધા કરે છે પણ જ્યારે કોઈ પોતાના સ્વાર્થ માટે કામ આવ્યું હોય તે કામ ગેરકાયદે હોય તો પણ તે કામ માટે રુપિયા આપી તે કામ પાર પાડવામા આવે છે અને વાતો કરે છે ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ હો ભાઈ ....
અત્યારે ગુજરાતમાં ચુંટણી આવે છે ધારાસભાની એટલે પક્ષ વિપક્ષ આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા નજરે ચડશે . આ બધુ ચાલતું રહેવાનું છે કારણ કે તે લોકોને પ્રજાની હમદર્દી નથી , તેના માટે ખુરસી જ મહાન હોય છે . પણ આ લડાયમા આપણા લોકો સોશિય મિડીયા પર ધુમ મચાવવા મંડી જાશે જો કે મેદાનમાં આવી ગયા છે . આ નેતા સારો કે આ નેતા ખરાબ , આ પક્ષના શાસનમાં વિકાસ થયો , આ પક્ષના શાસનમાં નહી , અમે કરોડો રુપિયાની ગ્રાન્ટ આપી (જાણે પ્રજા પર ઉપકાર કરતા હોય , અરે ટોપાવ અમારા રુપિયા અમને પાછા આપો છો જેમાં પટ્ટાવાળાથી માંડી મંત્રી સુધીનું કમિશન હોય છે ) .
યાદ રાખજો તમે હજાર કે બે હજાર રુપિયા લઈ આપેલો મત તમે આપેલા ટેક્સ માથી જ છે . જે જે તે યોજના બહાર પાડી સીધી પોતાના ઘરના ઓરડામા રોકી છે . કદાચ કોઈએ રુપિયાની લેવાની જગ્યા પર તે નેતાને એક લાફો માર્યો હોત તો આટલો ભ્રષ્ટાચાર ના વ્યાપેત . ચુટણી ગયા પછી નવરા બેઠા ફરી સરકારને કે નેતાને ગાળો દેવાની ભ્રષ્ટાચાર યુક્ત કહેવાની તો ભાઈ તુ કયા ગાંધીની છઠ્ઠી સંતાન છો ! તે નત આપ્યો ત્યારે તે નેતા બની તારા અને મારા જેવા બધા દેશવાસી પર ભ્રષ્ટાચારનો તાંડવ કરે છે ને .
દેશ બદલશે પહેલા પોતાના ગેરકાયદે થતા વ્યવહાર બદલો . બાકી સરકાર આવવાની અને જવાની પ્રજા તો ત્યાં જ રહેવાની .

મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111563284
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now