Gujarati Quote in Poem by Heenu Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જુવો ને...

હર એક ક્ષણ વીતી રહી છે ને હું ખર્ચાઈ રહ્યો છું
જુવો ને તોય જીવન જીવીને હું કેવો હરખાઈ રહ્યો છું

સમયના વહેણ સાથે હું પણ તણાઈ રહ્યો છું
જુવો ને તોય હું કેવો મોજથી જિંદગી તારવી રહ્યો છું

જીવનની રણભૂમિમાં સંઘર્ષનો સામનો કરી રહ્યો છું
જુવો ને તોય હું કેવો સહર્ષ જિંદગી જીવી રહ્યો છું

જીવનપથની અટપટી કેડીઓ પરથી પસાર થઇ રહ્યો છું
જુવો ને તોય હું ભટક્યા વગર મંજિલે પહોંચી રહ્યો છું

-હીના પટેલ

Gujarati Poem by Heenu Patel : 111562710
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now