નથી હામ કે શક્તિ,
શરીર હવે કંપે છે.
ઉઠો,જાગો માત્ર,
દીવાલ પર શોભે છે.
ધ્યેય નથી મળતું,
તો શરીર હવે કંપે છે.
જીભ છે પરંતુ,
હવે બોલી નથી શકાતું.
કલમ-કાગળ છે,
છતાં લખી નથી શકતું.
લખવા જ્યાં મથે છે કલમ,
ત્યાં કાગળ પર કુંડાળા કરે છે.
કુંડાળાની બહાર નીકળી નથી શકાતું,
શરીર હવે કંપે છે.
ખુલ્લા કાંડા હોવા છતાં,
અદ્રશ્ય બેડીઓ જકડે છે.
સ્વતંત્રતા ભોગવવા જતા શરીર હવે કંપે છે.
#pareshprajapati