Gujarati Quote in Poem by Hetaljoshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું આજે મારી પોતાની એ
ઓળખ પણ ભૂલી ગઈ
ઘરના હિસાબ કરતા કરતા
હું મારી ઉંમર પણ ભૂલી ગઈ
બધાની કાળજી રાખતા -રાખતા
હું મારી કાળજી કરવાનું પણ ભૂલી ગઈ
બધાના સપનાઓ પુરા કરવામાં
હું મારા સપનાઓ પણ ભૂલી ગઈ
બધાની ખુશીઓના ખ્યાલ રાખવામાં
હું મારી પોતાની ખુશી પણ ભૂલી ગઈ
બધાની ચિંતાઓ કરવામાં
હું મારી જિંદગી જીવવાનું પણ ભૂલી ગઈ
બધાની જવાબદારીઓ સંભાળવામાં
હું મારી જાત ને પણ ભૂલી ગઈ
હું આજે એ બધા પાત્રો નિભાવવામાં
હું કોણ છું એ પણ હું ભૂલી ગઈ
હું આજે એ મારી પોતાની
ઓળખ પણ ભૂલી ગઈ
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Poem by Hetaljoshi : 111562304
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now