અમે જ્યોત ગુમાવી છે
_________________
ભલે અમે ' જ્યોતિ ' ગુમાવી છે,છતાં પ્રભુ તારી જ્યોત જલાવી છે
દેરાસરો બંધ છે છતાં પ્રભુ તારી ધૂન ચલાવી છે.
મિતુલ,કૃપાલી,સેજલ માટે અમે મમતા ની ભીખ માંગી છે,
છતાં અમારા આંસુ પડાવી તે તારી લાચારી બતાવી છે.
ગુણવંતા ગુણો વાળા બાપ વગર અમે ગાડી ચલાવી છે,
હસતા રમતા ઘર ઉપર આજ તે મમતા ની લુંટ ચલાવી છે.
લાઇસન્સ વગર આ યમદ્દુતે કદાચ મોટી ભુલ કરાવી છે,
કોરોના નો સ્કોર વધારવા એણે અમારા પર ધાડ મારી છે.
અમે અમારી જ્યોત ગુમાવી છતાં તારી જ્યોત જલાવી છે.