5th September ,Teacher ‘s day
આજે ટીચર’s day ના દિવસે મારે, આપણા બધા ના જીવન ઘડતર માં ફાળો આપનાર શિક્ષકો નો આભાર માનવો છે ! એ લોકો જ આપણી અંદર છૂપેલી પ્રતિભા ને નિખારે છે અને એને બહાર લાવે છે ! આપણી નબળાઈ શોધી ને એને દૂર કરવા ના પ્રયત્ન કરે છે ! કૈક કેટલીય વાર જયારે પ્રયત્નો કરવા થી પરિણામ
નથી મળતું ત્યારે આપણ ને પ્રોત્સાહિત કરીને ફરી એક વાર પ્રયત્ન કરવા માનવી લે છે !
માતા પિતા તો બાળક ની સફળતા ના હકદાર બને છે પણ શિક્ષક ગર્વ થી “ આ મારો વિદ્યાર્થી હતો “ એટલું કહી સંતોષ માની લે છે ! પાછા લાગી પડે છે બીજા વિદ્યાર્થી ને તૈયાર કરવા ! દરેક સફળ વ્યક્તિ પોતાના કોઈ ને કોઈ Teacher ને ચોક્કસ શ્રેય આપતા જ હશે પોતાની સફળતા નો , એ પછી Math માટે હોય કે Accounts માટે , English માટે કે બીજા કોઈ વિષય માટે ! અરે કેટલાક શિક્ષકો માં તો એ હુનર હોય છે કે વિદ્યાર્થી ને ના ગમતો subject પણ એનો favourite subject બનાવી દે !
સમર્પિત , મારા Accounts ના સર , પ્રકાશ સર ને જેમને મારા માં CA થવા માટે ના બીજ રોપ્યા !
Happy Teachers day to entire Fraternity !