ચાલ અમસ્તું અમસ્તું કઈક વાત કરીએ,
હું પકડું તારી આંગળી મારી આંગળીથી
તારા ઉચ્છવાસ ને હું શ્વાચોશ્વાસ બનાવું
તું બેસ બાકડાની કિનારે હું કુણા ઘાસ પર આમ અમસ્તું આંખોથી આંખો મિલાવીએ
ચાલ અમસ્તું એમ પગલામાં પગલાં પાડીએ
આ દુનિયાની રિતરસમોને આવજો કહીએ
હું પકડું તારી આંગળી મારી આંગળીથી
બસ એમ જ એક બીજાને જોયા કરીએ.
paresh