વિતાવવી છે તારી સાથે આરામની થોડીક ક્ષણો
કરવી છે યાદ આજે તારી સાથે બાળપણની એ ક્ષણો
ફરી જીવવી છે તારી સાથે આરામની જૂની એ પળો!
મસ્તી કરતાં, મોજ કરતાં અને સાથે ફરતા
નહોતો આરામ પણ આરામ કરતા પણ સુખદાયક
પાછા નાના બની જવું છે , યાદોમાં ગરકાવ થઈ જવું છે
અને ફરી જીવવી છે તારી સાથે આરામની એ જૂની પળો!
#આરામ