_____________________________________
જીર્ણ યાદોમાં આંખને "આરામ" ક્યાંથી,
વ્યાધિમાં વિસ્મય પામેલા ચિત્ત ને શાંતિ ક્યાંથી.
આતશ માં બળતી કાયાને શીત તોય ક્યાંથી,
વિશાળ જલધિ પાસે મીઠું સરિતાનું જળ ક્યાંથી.
આ દુનિયા કમાલ છે દોસ્ત,
વાત તને કહું ક્યાંથી ? ? ? ?
શરૂઆત જો હું કરું તો એનો અંત લાવું ક્યાંથી,
જો હું કરું અંત તો નવી શરૂઆત લાવું ક્યાંથી.
_____________________________________
#આરામ