રખેને ભૂલી જો ,હયાતિ જ ખૂદની,
પછી તો,ભુલી ,જાય દુનિયા ખૂદની;
અકળ છે કળા, સ્મરણ માં બધાની,
છે શબ્દોમાં,સૃષ્ટિએ, દુનિયા ખુદની;
ડૂબી ને અહીં તો, તરણ શીખવાનું,
મરીને , અમરતા , છે દુનિયા ખૂદની;
વખત માં વહી ને, સહી સમજ પામે,
પમાડે છે ગતિએ , છે દુનિયા ખૂદની;
છે આનંદ સહચર , એ દિલદારી દુઆ,
ને સ્પંદનો છે પ્રેમના, એ દુનિયા ખૂદની;