સમય ના તાંતણા છે આપની દુરતા કે નિકટતા શુ ફેર પડે...
સામાન્યપણે સમય ના તાંતણા કોઈ મીઠી યાદ કે પછી કોઈ મુલાકાત ના સંધર્ભ માં લેવા માં આવે છે કહેવાય છે ને 'બાર ગાવે બોલી બદલાય'એવી જ રિતે દરેક વ્યક્તિ પોતાના ના વાંચન પર એના નિશ્ચિત પ્રતિભાવ આપે છે.કવિ કે લેખક કઈક કહે ને વાચક એનો અર્થ અલગ લે એ સ્વભાવિક છે. સમય ના તાંતણા છે આપની વચ્ચે દુરતા કે નિકટતા સુ ફેર પડે,એ યથાર્થ રૂપે સંબન્ધ માં વિશ્વાસ નો ભાવ પ્રગટ કરે છે,જેમ કોઈ ઈમારત બનાવવા માટે પાયો મજબૂત હોવો જોઈએ એમ સબન્ધઓ ને આમ મુજબૂત રાખવા વિશ્વાનામી પાયો મજબૂત રાખવો પડે.જ્યારે જયા આ પાયા મજબૂત નું સ્થાન હોય ત્યાં કોઈ સવાલ કે પછી જવાબ ની શકયતા રહેતી ન
નથી,ત્યાં કોઈ પરિસ્થિતિને વર્ણવા કોઈ વાચા ની જરૃર હોતી નથી.ફક્ત ત્યાં રહેલો વિશ્વાસ એક એક અણમોલ સમય ને તાંતણે બંધાયેલો છે.જે જીવન માં ટેકા રૂપી કામ કરે છે અને જ્યાં આ ટેકા સબન્ધઓ માં સ્થાપિત હોય ત્યાં દુરતા નિકટતા અસર કરતી નહિ. એ ભાવ જાણતા કે અનુભવતા વાર લાગે છે, પણ એ ભાવ તૂટવા માટે એક ક્ષણ માત્ર જ ઘણું છે . માણસ એક કાચ ઘર જેવો છે કેમ એ જેવો વ્યવહાર કરશે એવો જ એને જગત આખું લાગશે. આપણા ધર્મગ્રંથ માં પણ કેહવામાં આવ્યું કે જગત માં કોઈ વ્યક્તિ માટે ના તારણો અથવા વિચારો એના પ્રત્યે સારા અથવા ખરાબ પણ હોય શકે છે પણ એ એના પ્રત્યે નો ભાવ પ્રગટ કરે છે.. વિશ્વાસ એ કાચ ના વાસણ જેવુ છે, જો ધ્યાન નહિ આપવામાં આવે તો તુટી ને કટકા થઈ જશે.હાલ ના સમય માં લોકો ભાગદોડ ની જીવનશેલી ગુંચવાતા જાય છે, ને સમય ના ચકડોળ માં ફસાતા આ સમય માં સબન્ધઓ માં આવતી અટકળો ને નજરઅંદાજ કરે છે,અને પછી એજ પ્રશ્નો ના જવાબ આપવા સમય પર સક્ષમ નહિ રહી શકતા અને આખરે જીવન માં કંટાળો છે એવો શબ્દ પ્રવેશે છે.પણ બધા લોકો સરખાં નથી હોતા ઘણા લોકો સમય ના વહેણ માં વહી નહિ જતા પણ સમય સાથે સબન્ધઓ ને સાચવી રાખે છે.જીવન માં થોડિક ફિલોસોફી ને જાણી લે તો રંગહીન જીવન માં રંગોત્સવ જોય શકે .