અરમાન ઝીંદગી ના પુરા થાય તો ઘણુ છે
બે ચાર કામ સારા થાય તો ઘણુ છે
મુશ્કેલ ઝીંદગાની એની તો મજા છે
જીગર થી જામ એનો જીરવાય તો
ઘણુ છે
લવલેશ મૃત્યુ નો ડર મને નહી સતાવે મહેફીલ મા ખોટ મારી વરતાય તો
ઘણુ છે
વધુ નથી અબળખો હવે આ જીવન મા
ઇજ્જત નુ કફન ઓઢી ને મરાય તો
ઘણુ છે