_____________________________
મિથ્યા બોલીને ખૂબ "ઝઘડો" કર્યો,
આખરે તે એ કૃત્યનો દંડ પણ ભર્યો.
સત્ય જાણવા હું તારી પાસે ખૂબ ફર્યો,
પણ તને પસંદ ન હતું એટલે તું વિફર્યો.
ઓથ લેવા તું પરિપંથી તરફ વળ્યો,
પણ તને ન ફાવ્યું એટલે તું ગળ્યો.
અંતે શ્વેત સત્યને જ તું વર્યો,
તો આટલું બધું શું કામ તું ફર્યો.
_____________________________
#ઝઘડો