પરિક્ષા
====={{=====}}===≠={{======}}=====
પરિક્ષા એટલે તમે જે કંઈ શીખ્યા ,એ પરખવા માટે નો અસરકારક કિમિયો છે.
કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ નું મૂલ્યાંકન કે
પરિક્ષા કર્યા વગર સમાજ સ્વીકાર કરતો નથી.
તમે માણસ છો, તમને ઈશ્વરે સુંદર સ્વસ્થ શરીર
મન બુધ્ધિ ઈન્દ્રિયો આપ્યા છે, તમને જ્ઞાન વિજ્ઞાન ને જાણવા માણવા જિજ્ઞાસા આપી છે ,
તેથી ઇન્દ્રિયો નું પ્રત્યક્ષ, મન બુધ્ધિ નું પરોક્ષ ને,
આત્મા નું અપરોક્ષ જ્ઞાન કે અનુભૂતિ પરિક્ષા વગર
સંભવ નથી.
જીવનની પ્રત્યેક પળ, વિચાર, ક્રિયા - પ્રતિક્રિયા સઘળું પરિક્ષા નું જ સ્વરૂપ છે. અને એમાંથી જે
સમ્યક અનૂભૂતિ ના જ્ઞાન અને કર્મ થી અનાસક્તિ
માં પસાર થાય તે માનવી નું જીવન ધન્ય બની જાય છે. મુક્ત બની જાય છે.
માટે જીવનમાં પરિક્ષા માટે તૈયાર રહેવું જોઈએ
એ આપણી નૈતિક ફરજ છે.
જય હો.... મંગલમય હો..