ક્રોધી જીવના તંત ને છોડો
પણ
ક્ષમાયાચના થી તેના ક્રોધને તોડો
અગ્નિ આગ પકડશે જો તણખલું હશે
બુજાઈ જશે પળવારમાં જો પાણી હશે.
ભૂતકાળની યાદોના વમળો ને છોડો
પણ
મેળવેલા અનુભવો નો હાથો બનાવી
ભવિષ્ય માટે કેડીઓ કંડારશો તો
સુશોભિત મંઝિલો માટે માર્ગ મળશે.
છોડો બીજું બધું ભલે છોડો
પણ
ઈશ્વર નો સંગાથ કદી ના છોડો
ફુલ સુગંધથી તરબતર બાગ મળશે
દેદિપ્યમાન ઝળહળતો માર્ગ મળશે.
#છોડો