પબ્જીની રમતમાં સરકારે લગાવ્યા ટાળા,
ગેમ માંથી નવરા થયેલા ક્યાં જશે બિચારા.
પેલું ચિકન ડિનર કરતા જે સ્ટેજ પાર કરીને,
બની જશે શાકાહારી ફેરવસે હવે એ માળા.
ખૂબ કાળો કેર કર્યો હતો એ કોરિયન રમતે,
ગલી રમતમાં હવે ઉતરશે એમના ધોડે ધાડા.
ક્યાં ઉતરવું વિમાન માંથી કઈ રીતે નક્કી કરે?
રમતમાં ઊગી ગયા પ્રતિબંધના જાડે જાડા.
હતા આમ પણ કામ વગર, સાવ થયા નવરા,
કામ વગરના કેટલા છે, ને કેટલા છે નોંધારા.
એકવીસમી સદી જેમના હાથમાં છે એ યુવા,
હવે ગાઈ રહ્યો છે રોજગારી આપોના ગાણાં.
છત્તી થશે પોલ, કેટલું રોલમ રોલ ચાલશે છે,
મનોજ જોવા જેવું થશે, મશીન બન્યું માણા.
મનોજ સંતોકી માનસ