એક વખત મરીઝ સાહેબ તેમના પત્ની સાથે મુંબઈની લોકલ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમની મુગ્ધાવસ્થાની પ્રેમિકા મળી. મરીઝ સાહેબે નિખાલસતાથી તેમના ભૂતકાળ વિશે તેમની પત્નીને વાત કરતા કહ્યું કે " એ છોકરી જે પેહલી બેઠી છે તે...."
થોડા સમય સુધી નિરીક્ષણ કર્યા બાદ તેમની પત્નીએ કહ્યું " કેવી છે તમારી પ્રેમિકા...? તમારી સામે પણ જોતી નથી...! "
મરીઝ સાહેબે કીધુ " રાહ જો... "
થોડા સમય પછી એક બસ સ્ટોપ આવ્યું ત્યાં ઉતરતા પહેલા તેમની ભૂતપૂર્વ પ્રેમિકાએ તીરછી નજરથી તેમની સામે જોયું ત્યારે મારીઝ સાહેબ તેમની પત્નીને આ શેર કહે છે...
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
- મરીઝ