" નઝર "
નઝર થી નઝરને મળવા દેજો મને તમારા પ્રેમના બંધનમાં બંધાવા દેજો..!
હતી કિસ્મત ની નઝર પેલી બાજુ, એ પલટી ગઈ આપણી બાજુ, એ નઝર ને એમજ કાયમ રેહવા દેજો..! નઝર થી નઝર ને મળવા દેજો..!
કંઇક નઝર મારી કેહતી હતી એ પલે તમને, તમારી નઝર ને મારા પર કાયમ રેહવા દેજો..! નઝર થી નઝર ને મળવા દેજો..!
એક એહસાસ છે તમારો મારા દિલ માં, એ એહસાસ ને તમારી નઝર ના સાગર માં કાયમ રેહવા દેજો..! નઝર થી નઝર ને મળવા દેજો..!
"સ્વયમભુ" ઉત્સાહ અને ઉમંગના દ્વાર દિલ માં કાયમ રેહવાં દેજો, નઝર થી નઝર ને મળવા દેજો..! નઝર થી નઝર મળી જ્યારે પ્રેમના બંધન માં બંધાય ગયા આપણે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"