ના ભૂમિતિ કરી શક્યો
ના આકૃતિ દોરી શક્યો
ખૂબ કર્યું તારું ગણિત
પણ તારા સુધી હું પહોંચી ના શક્યો
ના આંખો હટાવી શક્યો
ના નજર ઝુકાવી શક્યો
ખૂબ કર્યો મળવાનો પ્રયાસ
પણ તારા સુધી હું પહોંચી ના શક્યો
ના વાત કરી શક્યો
ના એકરાર કરી શક્યો
તું ઊભી હતી મારી સામે
પણ તારા સુધી હું પહોંચી ના શક્યો
ના શ્વાસ રોકી શક્યો
ના દિલ થામી શક્યો
ખૂબ હતી ઇચ્છા મળવાની
પણ તારા સુધી હું પહોંચી ના શક્યો.
- કેયુર શાહ