આવી છે આવી છે તાજા ખબર આવી છે,
વિશ્વ યુદ્ધની ખંભે નાખી મિસાઈલ લાવી છે.
અનેકવાર કિમ જોન, દાઉદ, હાફિઝ મર્યા,
એ બતાવો કેટલા ચીનની સીમાડે ચડ્યા.
પૈસાના દલાલો ના હાથમાં દેશનું ભાવિ છે...
સુશાંત ગયો, ગર્ભધારણ કર્યું અનુષ્કાએ,
મીડિયાએ ઉડાવ્યું પાકિસ્તાન ક્યાં નુષ્કાએ,
મીડિયા એ રોજ નવી ભવાઈ ભજાવી છે...
બાળકો વહેંચી રહ્યા છે પોતાનું બાળપણ,
સંસદમાં ક્યાં છોડી શકે છે નેતાઓ ગાંડપણ.
સદનના વાંદરોઓ પુરી જનતાને નચાવી છે...
વાહ નેતાજી, વાહ નેતાજી ટીવીમાં બોલે,
નેતાના ચમચા ડિબેટમાં તેની ગટર ખોલે.
એક બયાનમાં પુરા દેશમાં આગ લગાવી છે...
ભીંજાય છે કાશ્મીર રોજ નાહી છે રક્તથી,
એક સત્ય સહન નથી થતું નેતાના ભક્તથી.
શહીદોની ચિતા પર મતની રોટલી તાવી છે...
કરીનાને શુ થશે એ આ મીડિયા નક્કી કરશે,
તૈમુરની લઘુશંકાની બ્રેકકિંગ ન્યુઝ સામે ધરશે.
આ મીડિયા પર હમણાં બોલિવડ હાવી છે...
કરે કોઈ પ્રશ્ન તો મોકલી આપે છે પાકિસ્તાન,
મોઢે થી મિસાઈલ છોડતા અહીંયા છે પ્રધાન.
અભણોના હાથમાં દેશના ખજાનાની ચાવી છે...
પેલી હિરોઈન એક દિવસમાં ચાર વાર નાહી છે,
પુરી મીડિયા એમના જ ગુણગાન સદા ગાઈ છે.
"મનોજ" આ મીડિયાને મુન્નીની જેમ નચાવી છે.
મનોજ સંતોકી માનસ