થઈ ગઈ!!!
જિંદગી સાથે, આજ રુબરુ વાત થઈ ગઈ,
ચાલતાં ચાલતાં, એક મુલાકાત ખાસ થઈ ગઈ!
સુખ દુખ ની ઝરમર, બોછાર થઈ ગઈ,
કાંટાની, પળ સાથે મુલાકાત થઈ ગઈ!
ઉંમરની અનુભવો સાથે, ઓળખાણ થઈ ગઈ,
વાળની સફેદી હવે, પહેચાન ખાસ થઈ ગઈ!
સંબંધોની, આજ નવી વ્યાખ્યા થઈ ગઈ,
પોતાનાંઓની કમી હવે, જીવનમાં વધી ગઈ!
પ્રત્યક્ષતાની, કિંમત આજ જીવનમાં ઘટી ગઈ,
પરોક્ષતા, વ્યક્તિની આજે આદત થઈ ગઈ!!!
Neha Desai, USA