વાવ્યા છે તે જ કંટકો
એ ધરતી પર ફુલ ક્યાંથી ઊગવાના
ને તુ જોઈ છે સ્વપ્નો મહેકીં જવાના ?
છલકે છે નદી સરોવર જેમ
આ હૈયા પણ છલકાઈ જવાના
પથ્થરો ના બનેલા બાંધ ક્યાં સુધી ટકવાના
તડકે સુકાય છે ધરતી જેમ
આ આંસુઓ પણ સુકાઈ જવાના
આંખોમાં વસેલા ભેજ આખર ક્યાં સુધી રહેવાના
ક્ષણો બદલાતી હશે એમ
ગણતરી ના શ્વાસો પણ ઘટતા જવાના
જીવન કરતા વધુ ક્યાં થી જીવવાના
મારું- મારું કરીને અેમ
જીંદગી ભર હ્રદય મા ઘણું ભર્યુ' જીંદગી '
અંત સમયે તો હાથ આ ખાલી જ રહેવાના
- ફાલ્ગુની મૌર્ય દેસાઈ ' જીંદગી '