#ગતિ
ઈશ્વર તારી અકળ ગતિ
સમજાય નહી તારી અકળ ગતિ,
ક્યાંક છે ધોધમાર વરસાદ, તો કયાક સૂકા રણ ભેંકાર,
ક્યાંક છે પૈસા નો વરસાદ ,તો ક્યાંક
ફૂટી કોડી નો વલખાટ
ક્યાંક છે અન્ન ના ભંડાર , તો ક્યાંક
પાપી પેટ નો સવાલ,
ક્યાંક છે વસ્ત્રો નો ઝગમગાટ, તો ક્યાંક
અંગ સરીખું વસ્ત્ર નેા દુકાળ
ઈશ્વર તારી અકળ ગતિ.