સપના તો મેં પણ જોયતા
પણ મારી ગતિ રોકાઈ ગઈ,
વાતો તો મેં પણ કરી તી
પણ શબ્દોની ગતિ રોકાઈ ગઈ,
આકાશમાંતો મારે પણ ઉડવું તું
પણ આ પાંખો ની ગતિ રોકાઈ ગઈ,
પાંપણ તો મેં પણ ખોલી તી
પરંતુ દ્રષ્ટિની ગતિ રોકાઈ ગઈ,
આત્મા તો મારો પણ શુદ્ધ હતો
પણ પ્રભુ ને પામવાની ગતિ રોકાઈ ગઈ,
(પાર્થ )
#ગતિ