#ગતિ
ગતિ જીવન ની જરા ધીમી પાડ,
હે માનવી તું જરા થંભી જા......
વિધ્વંશ પ્રેરી રહ્યો છું તું
નવી શોધ ને ઉત્તમ જીવનશૈલી ની કામના માં
કેટલાય જીવ 'ને વનસ્પતિઓ નો નાશ કરી રહ્યો છું તું
ગતિ જીવન ની જરા ધીમી પાડ,
હે માનવી તું જરા થંભી જા......
દરજ્જો તારો નથી ઈશ્વર સમો
યાદ રાખ સદાય 'ને ભાન રાખ
પોતાને સર્વસ્વ સમજી ઈશ્વર ને કોપિત ન કર તું
ગતિ જીવન ની જરા ધીમી પાડ,
હે માનવી તું જરા થંભી જા......
તારી મૃત્યુ તારી જિંદગી સાથે લખાય આવી છે
મૃત્યુ સાથે લડવું નથી તારું કામ
જિંદગી ને જરા જીવતા શીખ તું
ગતિ જીવન ની જરા ધીમી પાડ,
હે માનવી તું જરા થંભી જા......
-પર્લ મહેતા