Gujarati Quote in Poem by Dr Priya Gorasiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પ્રેમ"
તારી પાંપણ માંથી વરસતો સ્નેહ એ મારો પ્રેમ,
કાંઈ જ બોલ્યા વિના આંખો માં રમતું મૌન એટલે પ્રેમ,
તારા હૈયામાં માત્ર ને માત્ર મારાં જ માટે સંતાડેલું અવકાશ,
એ અવકાશમાં મારી પાંખો થી જ ઉડવા માટે આપેલું આકાશ!!
તારી પાંપણ ની પાળે બેસીને પ્રગટે છે મારાં પ્રેમ નો દિપક,
તારી આંખોમાં જ વસે છે મારાં મન નો ચાતક!!
તારી આંખો થી વરસતા લાગણીનાં દરિયાને મારી આંખો માં કઈ રીતે સમાવું??
વરસાદ ની આ મોસમ માં ભીંજાવું નહિ એવુ મન ને કેમ સમજાવવું?
મનને કાંઠે બેસીને ડૂબવું છે તારા સ્મિત ના દરિયા માં,
મારી લાગણીને વહેતી મુકવી છે તારા હૈયા ની હોડી માં,
પાંપણ ની પાળે, આંખો ને કિનારે, હૈયાને દ્વારે,
સ્મિત ને સથવારે ચાલવું છે, આખું જીવન બસ તું જ સંગાથે!!!!"
Dr.priyanka vijay gorasiya

Gujarati Poem by Dr Priya Gorasiya : 111555507
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now