#બોજો
"જો બેટા, રામાયણમાં સીતાએ ઘણું સહન કર્યું હતું વળી દરેક પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીને સહનશીલતાની મૂર્તિ માનવામાં આવે છે. તારું દુ:ખ તો કંઈ જ નથી" પોતાની મમ્મીની આવી ને આવી માન્યતાથી પોતાની બહેને જીંદગીભર સાસરિયામાં ખૂબ જ દુ:ખ સહન કરેલું પણ પિયરનો દરવાજો ખખડાવેલો નહીં. જો કે પોતે પોતાની દિકરીને સાવ નમાલા જમાઈ જોડે નહી રહેવા દે. હવે પોતાનું કોઈ નથી એમ માની દિકરી કંઈક આડું અવળું પગલું ભરે એ પહેલાં દિકરીને પોતાના ઘરે તાબડતોબ બોલાવી લેવા રીતેશ ભાઈએ મોબાઇલ ફોન હાથમાં લીધો. વળી દિકરી ક્યાં ઘરનો બોજ છે ? એ તો ઘરની લક્ષ્મી છે. દિકરી કુવારી હોય કે પરણેલી શું ફેર પડે છે ?