બહુનામજન્મનાઅંતે !
..........................
કર્મ કોઈ ને છોડતું નથી.આજે નહીં તો કાલે તેનું ફળ મળે જ.ગીતાજ્ઞાન ના આ વાક્યનો સાર એ કે કર્મ સારાં જ કરીએ.
દિનેશના બાપૂજી દિનેશ અને તેનો નાનો ભાઈ પરેશ ને નાનાં મૂકી પરલોકગમન થયા પછી તેની માતાએ કાળી મજૂરી કરી, ભણાવ્યા અને સમયે સમયે દુનિયાના વ્યવહારો વચ્ચે બાળકો ને યોગ્ય ઠેકાણે વિવાહ પણ કરી બન્ને ને ચૂલા અને મિલ્કત વહેંચી આપ્યાં.
સમય ની થપાટે બંને ભાઈઓ બબ્બે બાળકોના પિતા પણ બન્યા.બાળકો ને સ્કૂલે પણ દાખલ કર્યાં.જીવનની ગાડી પાટે હજુ રફ્તાર પકડે તે સાથે,દિનેશ નો મોટો છોકરો દસમાની પરીક્ષામાં નાપાસ થયો.નાના ભાઈ ની વહુ ધાબા ના પગથિયે થી ગબડી,અને દિનેશ ને અકાળે હાર્ટ એટેક આવ્યું તે પણ આ દુનિયા છોડી પરલોક ની વાટ પકડી.
આભ ટૂટી પડ્યું...નાના પરેશ ઉપર !!
ઘરડી માતા,બંને ના છ બાળક વચ્ચે પરેશ ને કમાવું,ઘરડી માતા ની સેવા કરવી કે વ્યવહાર સાચવવા કે નાના બાળકો ને ભણાવવા શું કરવું?
પરેશ ને કંઈ સૂઝ ના પડી ! જીવનમાં અચાનક આવી પડતા આવા કર્મનો #બોજો કે જવાબદારી આ જગતમાં માણસ ને ઘણી વખત કફોડી સ્થિતિમાં મૂકી દે છે.
હાલ પરેશને માથે સખત મજૂરી સિવાય કોઈ વિકલ્પ નથી.કેમકે બાળકો ભણાવવાની મોંઘી ફી,ઘરડી માં ના દવાખાના,ઘરમાં ભાભી અને સમાજના વ્યવહારો થી બચત ની આશા તો દૂર આ બોજ તળે માણસ શું વિકાસ કરી પોતાની જિંદગી જીવે? શાંતિ થી રોટલો પણ ક્યારેક ખાય ના ખાય અને પડખું ફેરવવામાં રાત અને દિવસે કામ કામ ને કામ માં કમાવવાની લ્હાયમાં માથે બોજો વધતો જાય છે....પરેશ ખૂબ પરેશાન છે.શરીર પણ કૃશ થતું જાય છે.
- વાત્સલ્ય
#બોજો