* *આપણો* *ભ્રમ*"
*અશોક* *વાટિકામાં* જ્યારે *રાવણ* ક્રોધમાં આવીને *સીતા* માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે *હનુમાનજીને* લાગ્યું કે *રાવણ* પાસેથી તલવાર છીનવી લઈને, તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે *મંદોદરીએ* *રાવણ* નો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને *હનુમાનજી* ગદગદ થઈ ગયા. પરંતુ *હનુમાનજી* વિચારવા લાગ્યા કે, “જો હું *સીતાજીને* બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો *ભ્રમ* થઈ જાત કે, હું ન હોત તો આજે *સીતા* *માતાનું* શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવે ?” તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો *ભ્રમ* થતો હોય છે કે *હુ* *ન* *હોત* *તો* *શું* *થાત* *?*
પરંતુ ત્યારે બન્યું એવું કે *સીતાજીને* બચાવવાનું કામ *પ્રભુએ* રાવણની પત્ની *મંદોદરીને* સોપ્યું. ત્યારે *હનુમાનજી* સમજી ગયા કે, “ *પ્રભુ* જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તેઓ તેમની પાસે જ કરાવે છે.” *ઈશ્વરની* ઈચ્છા વગર કોઈ પણ *કાર્ય* થતું નથી.
આગળ જતા જ્યારે ત્રીજટાએ રાવણને કહ્યું કે, “ *લંકામાં* કોઈ *વાનર* ઘુસી આવ્યો છે અને તે લંકાને *સળગાવવાનો* છે. *”* ત્યારે *હનુમાનજી* ચિંતામાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે, “ *પ્રભુ* એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ *ત્રીજટા* કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર *લંકા* ને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? *હનુમાનજી* એ ત્યારે કહે છે જેવી *પ્રભુ* ની ઈચ્છા.
જ્યારે *રાવણ* નાં સૈનિકો તલવાર લઈ *હનુમાનજીને* મારવા દોડ્યા, ત્યારે *હનુમાનજીએ* પોતાના બચાવમાં થોડો પણ પ્રયત્ન ન કર્યો. પરંતુ એ સમય જ ત્યાં *વિભીષણ* આવ્યા અને કહ્યું કે, કોઈ *દૂતને* મારવા એ *અનીતિ* છે. ત્યારે પણ *હનુમાનજી* સમજી ગયા કે *પ્રભુએ* મને બચાવવા માટે આ *ઉપાય* કર્યો છે.
*હનુમાનજી* ને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે *રાવણે* કીધું કે, આ *વાનર* ને મારવો નથી,પરંતુ તેની પૂછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે *હનુમાનજી* વિચારવા લાગ્યા કે *ત્રીજટાના* સપનાની વાત સાચી હતી. કેમ કે *લંકા* સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવેત ? પણ આ બધી તૈયારીઓ *પ્રભુએ* *રાવણ* પાસે જ કરાવી લીધી. ત્યારે *હનુમાનજી* કહે છે, જ્યારે તમે *રાવણ* પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં *આશ્વર્ય* કર્યા જેવું કંઈ નથી. ત્યારે *હનુમાનજી* ને પણ સમજાય જાય છે કે આપણા *વગર* પણ બધું *શક્ય* હોય છે. આપણે બસ *નિમિત* હોઈએ.
એટલા માટે હંમેશા યાદ રાખો કે આ *સંસાર* માં જે કંઈ પણ થાય છે, તે *ક્રમબદ્ધ* થાય છે. હું અને તમે, તેના માત્રને માત્ર *નિમિત* *પાત્ર* છીએ. એટલા માટે ક્યારે પણ *મનુષ્ય* *જીવે* એ *ભ્રમ* માં *ન* રહેવું જોઈએ કે, “ *હું* *ન* *હોત* *તો* *શુ* *થાત* *?* અથવા *હું* *નહી* *હોઉ* *તો* *શું* *થશે* *?* *”* જો આપણે એ *સ્થાન* પર ન હોઈએ તો તેની *જગ્યાએ* *ભગવાન* કોઈ બીજા *પાત્ર* ને *નિમ્મીત* બનાવે ,
*શીખ** :- *માણસ* *માત્ર* *એ* *કોઈ* *ભ્રમ* *માં* *ન* *રહેવુ* *કે* *હુ* *છુ* *તો* *જ* *આ* *શક્ય* *છે* , *અને* *હુ* *નહી* *હોઉ* *તો* *શુ* *થશે* , *માણસ* *ને* *પ્રભુ કાર્ય માટે નિમ્મીત* *જ* *બનાવે* *છે* .