આ સમય પાસેથી હું ઝૂંટુ તને,
આવ તો લખલૂટ હું લૂટુ તને,
તું સરોવર મધ્યમાં ઉભી રહે,
ને કમળની જેમ હુંચૂંટુ તને.
હો તરસ એવી કે રોમરોમથી,
તું પીએ ને તો ય હું ખૂટું તને
એક પળ માટે થઇ જાવૃક્ષ તું,
ડાળખીની જેમ હું ફૂટુ તને.
નામ તારું નામ તારું નામ તારુ
એકડા ની જેમ હું ઘૂંટુ તને.