મારો લકી નંબર તેર છે,
ઘણા લોકો માટે 13 નંબર અપશુકનિયાળ હોય છે..
મારું માનવું છે કે 13 નંબર અપશુકનિયાળ હોત, તો નંબરોમાં એની ગણતરી થઈ શકે જ નહિ.!
એવી જ રીતે દૂધનું ઉભરાવું અને છલકાવું..
ફરક શબ્દના બોલવાનો છે. પણ ઘટના તો એક સરખી જ કહેવાય..
બિલાડીનો રસ્તો કાપવો કે બિલાડીના રસ્તામાંથી માણસને પસાર થવું..
કોણ કોના માટે અપશુકનિયાળ નક્કી આપણે કરવાનું.!
શુભ કામ કરવા માટે જતા છીંક આવવી..
આપણા હાથમાં છે જ નહીં આ એક કુદરતી ઘટના છે..
આ બધા મનના વહેમ હોય છે, બાકી અપશુકનિયાળમા જ શુકનિયાળ છુપાયેલું છે.. જ્યારે જેવો સમય હોય એવી કહેવતો પ્રચલિત થાય છે..
માટે, આપણે જુના વિચારોમાંથી બહાર આવી નવી પેઢીને, નવા વિચારો આપવા જોઈએ. મનની માનસિકતાને દ્રઢ આત્મવિશ્વાસ સાથે વધાવી લેવી જોઈએ..
દર્શના (રાધે રાધે)
#અપશુકનિયાળ