Dt.27.8.20. ગુરુવાર.
***આજ નો મંત્ર***
:::V:વિશ્વાસ :::
આજે આજ ના મંત્ર ને અહીં અલ્પવિરામ આપુ છુ.થોડીક રજુવાત પણ છે.
મેં મારા ત્રણ ગુરુ બનાવ્યા છે. પૂ. રામશર્મા આચાર્યજી. પૂ સાંઈબાબા.પૂ. હનુમાનજી દાદા.મારા જીવન ના માર્ગદર્શક છે. મને આ લેખન કરવા પ્રેરણા આપી નિમિત્ત બનાવ્યો છે તેવા ગુરુજન અને માતા પિતા ના ચરણો માં વંદન સાથે અર્પણ કરુ છુ.
પૂજ્ય ગુરુજી, પાંડુરંગ આઠવલેજી, જીતેન્દ્ર અઢિયા નુ 'પ્રેરણા નું ઝરણું', રોબિન શર્મા નું
'તમારા મૃત્યુ પર કોણ આંસુ સારશે?' વિગેરે પુસ્તકો નું વાંચન અને પૂ. જ્ઞાન વત્સલ સ્વામી ના પ્રવચન અને જયભાઈ વસાવડા ના મોટિવેશન ના પ્રવચન નું શ્રવણ કંઈક લખવા ની પ્રેરણા જાગૃત કરી ગઈ. આ લખાણ માં આપ સૌ એ સહકાર આપ્યો આપ સૌનો આભાર.
આ સમગ્ર લખાણ ના અંતે અંગ્રેજી માં ટુંકાણ માં પુરી રજુવાત કરનાર મારા ભાઈ ભાવિન નો ખુબ ખુબ આભાર. મને પ્રોત્સાહિત કરનાર મુક્તજીવન વિધાલય ના Ex. પ્રિન્સિપાલ લતાભાભી અને મારી ભત્રીજી દિશા જેનો ભાષા નો મહાવરો છે તેનો ખુબ આભાર.
*આજ નો મંત્ર *લખી મારે કોઈને સલાહ આપવી તે ઉદેશ્ય નથી. મારા જીવન માં ધ્યાન અને વાંચન દ્વારા જે ભાથુ હાંસલ થયું છે તે આપ સૌ માં ટુંકા લખાણ માં વહેંચવા નો પ્રયાસ કર્યો છે.
*આજ નો મંત્ર *
V: વિશ્વાસ માતા - પિતા - ગુરુ માં સંપૂર્ણ મુકો.
સમાજ નો સળગતો પ્રશ્ન છે વિશ્વાસ કોણા માં મુકવો? વ્યક્તિ જેવી પાત્રતા વિકસિત કરે છે તેવુ તેનુ વર્તુળ બને છે. સર્વે કરશો તો સમાજ માં 80% વિશ્વાસ મુકી શકાય તેવા વ્યક્તિ છે. 10%સમય અને સંજોગો ને આધીન વિશ્વાસઘાત કરે છે. 10% ગઠિયા લોકો વિશ્વાસઘાત કરવામાં અને ઠગ વિદ્યા માં પ્રવીણ છે. તેમના કારણે 80% ને સહન કરવુ પડે છે.
માતા - પિતા - ગુરુ . આ ત્રણ પાત્ર એવા છે, જેમનો પ્રેમ નિશ્વાર્થ છે. જો કોઈ વ્યક્તિ માં વિશ્વાસ ના હોય તો આ ત્રણ માં ચોક્કસ મુકજો તે કોઈનું ખોટુ કરતા નથી, થવા દેતા નથી.
*GOD has a reason for allowing the things to happen. We may never understand his Wisdom, But we simply have to TRUST his will*
*Keep Trusting GOD. He is always in control even when your circumstances may seem out of control*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏