Dt. 26.8.20. બુધવાર.
** આજ નો મંત્ર**
V: વિકાસ કરતા રહો.
હિન્દુ સંસ્કૃતિ માં શ્રી 1! લખી વર્ષ ની શરૂવાત કરવા માં આવે છે. આનો અર્થ હે ભગવાન આજ થી શરૂ થતા વર્ષ માં મને આગળ ના વર્ષ કરતા સવાયુ પ્રાપ્ત થાય. ડબલ કે તબલ કેમ નહી? ચોક્કસ નસીબ યારી આપતી હોય તો ક્યારેક થઈ શકે. આપણા જીવન ની યાત્રા માં જો સવાયા થી વિકાસ થતો રહે તો તે સુચી શ્રીમંતાઈ પ્રાપ્ત કરાવે છે. વ્યક્તિ માં આડી લાઈન, દેખાડા, અહંકાર, લોભ, સ્વાર્થ વૃત્તિ વિગેરે ઓછા આવે છે.
જીવન માં પ્રગતિ - સફળતા - વિકાસ પ્રાપ્ત કરવા માટે જુદુ વિચારો - ઉંચુ વિચારો. કુદરતે માત્ર મનુષ્ય નેજ વિચાર શક્તિ આપેલી છે. જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી વિચારી શકીયે છીએ. પૃથ્વી ઉપર ની સુખ સગવડો થી શરૂ થઈ ચન્દ્ર અને મંગળ સુધી ની સફર માનવ જીવન ના વિકાસ ની ઉપલબ્ધી છે.
આજે પોતાના નજીવા નાણાંકીય સ્વાર્થ માટે અમુક વ્યક્તિ માનવજીવન ની પ્રાપ્ત થતી પ્રાથમિક જરૂરિયાત માં ભ્રષ્ટાચાર નો ભોરિંગ નાખી ક્ષણિક સુખ હાંસલ કરી શકે છે. પરંતુ તે સમયે તેને વિચાર નથી આવતો કુદરત તેની અને તેના વારસદારો પાસે થી વસુલ કરશે. જયારે જીવન માં કુદરતે આપણું જે કાર્ય કરવા માટે નિર્માણ કર્યુ છે તેમાં આપણી ક્ષમતા નો નીતિમતા અને પ્રામાણિકતા સાથે શ્રેષ્ઠ કાર્ય કરી સમાજજીવન ના વિકાસ માં પોતાનો ફાળો આપવો જોઈએ.
આપણે ઉંચા પર્વતો ઉપર વિજય મેળવ્યો હવે પોતાના ઉપર વિજય મેળવવા નો છે, ઉંચી ઈમારતો બનાવી શક્યા છે હવે પોતાના ક્રોધ ઉપર કાબુ મેળવવા નો છે, ભૌતિક સુખ સાહ્યબી ખુબ પ્રાપ્ત કરી રહ્યા છીએ પણ અંતર નું સુખ ઓછુ પ્રાપ્ત કરી રહ્યા છીએ, જ્ઞાન અને બુદ્ધિ નો ખુબ વિકાસ થઈ રહ્યો છે પરંતુ જીવન માં ખાલીપો લાગે છે. આપણે દૂર ની યાત્રા કરી શકીયે છીએ પરંતુ પાડોસી ને નથી મળી શકતા. શા માટે? આનો ઉત્તર શોધવા ની જરૂર છે. સાચો ઉત્તર મળી જશે તો જીવન વિકાસ માં, આધ્યાત્મિક વિકાસ માં ખુબ આગળ વધી શકીશુ.
આપણું જીવન એ એક નાનકડી મીણબત્તી નથી. પરંતુ તે ભવ્ય મશાલ છે. સચ્ચાઈ, ઈમાનદારી, પ્રમાણિકતા, નીતિમતા, પરિશ્રમ, પુરુષાર્થ અને આપણા માં રહેલી શ્રેષ્ઠ ક્ષમતા દ્વારા આ મશાલ નો પ્રકાશ આપણી ભાવી પેઢી ને સોંપવા નો છે અને વિકાસ ની ગતિ ને તેજ અને શ્રેષ્ઠ બનાવા ની છે.
*Life is Growth. If we stop growing, technically and spiritually, we are as good as dead*
Refer to Reliance industries Punch line-slogan,
*Reliance Industries... Where Growth is tradition*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏