Dt. 25.8.20. મંગળવાર.
*આજ નો મંત્ર *
V:વાસ્તવિકતા નો વર્તમાન માં સ્વીકાર.
મિત્રો હું અને તમે આજે જે સમય પસાર કરી રહ્યા છે. જે વિશ્વ ની કોઈપણ વ્યક્તિ ને પસંદ નથી. છતા આવેલી આ આફત ને સ્વીકારી વાસ્તવિકતા સાથે જીવન જીવવા નું મન મનાવી લીધુ છે. આજ જીવન ની કરૂણતા અને વાસ્તવિકતા છે.
અત્યારે TV યુગ અને પિક્ચરો માં જે પડદા ઉપર જાહોજલાલી જોવા મળે છે. તે આભાસી દુનિયા ને જોઈ લોકો સ્વપ્ન ની દુનિયા માં જીવવા લાગે છે. તેમાં કલાકારો ને મળતી સફળતા જ દેખાય છે. આપણ ને હંમેશા સફળતા પામેલી વ્યક્તિ ની આજ દેખાય છે. પરંતુ તે લેવલે પહોંચવા તેણે પોતાના પરિવાર સાથે, પોતાના જીવન સાથે કરેલુ કોમ્પ્રોમાઇઝ તેણે કરેલો પરિશ્રમ - પુરુષાર્થ દેખાતો નથી. જીવન માં સફળ થવા મહેનત કરો. સફળતા પ્રાપ્ત કરવા કામ કરતા પહેલા, કામ કરતા કરતા, કામ પુરુ કર્યા બાદ શુ પરિણામ આવી શકે તે વિચારો, અને તેના માટે પોતાની આવડત અને બુદ્ધિ નો પુરે પુરો ઉપયોગ કરી સખત પરિશ્રમ કરો. આખરી પરિણામ નો નિર્ણય ભગવાન ઉપર વિશ્વાસ મુકી તેમને સોંપી દો.
કુદરતે દરેક વ્યક્તિ ને આત્મસૂઝ અને વિચાર શક્તિ આપેલી છે. ઘણી વખત સમય ને આધીન તેમાં અમુક મર્યાદા હોય છે. છતા તેના સપના ઉંચા હોય છે. ચોક્કસ આગળ વધવા સપના ઉંચા રાખવા જોઈ એ. તે માટે મહેનત અને બુદ્ધિ લગાવી જોઈ એ. પરંતુ તેના માટે વર્તમાન માં મળતો આનંદ અને સંતોષ ગુમાવો ના જોઈ એ. દુઃખી ના થવુ જોઈએ. પોતાની શારીરિક, આર્થિક, માનસિક મર્યાદા ને ધ્યાન માં રાખી વર્તમાન માં જીવવુ જોઈએ.
પ્રમુખ સ્વામી મહારાજ નો અભિગમ હતો, "બીજા ના સુખ માં આપણું સુખ, અન્ય ની પ્રગતિ માં આપણી પ્રગતિ, અન્ય ના ઉત્કર્ષ માં આપણો ઉત્કર્ષ "આ અભિગમ નો વાસ્તવિક જીવન માં સ્વીકાર કરવા માં આવે તો સંતોષ થી સુખી જીવન જીવી શકાય છે.
*The future may be scary but you can’t just run back to the past because it’s familiar. Yes it’s tempting but it will be a mistake. Better think positive and go ahead with trust in GOD*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏