ખુશનુમા આ મોસમમાં,
કોઇ ધીમા પગલે આવી ગયું;
આજ ફરી થી એકવાર,
આ દિલના દ્વાર કોઇ ખખડાવી ગયું;
એક મિઠી નજર થી,
દિલના તાર કોઇ હચમચાવી ગયું;
એની એક મુસ્કાન,
ઈમાન મારૂં કોઇ હલબલાવી ગયું;
નો'તું પડવું હવે પ્રેમમાં,
ભોળી વાતોથી કોઇ ફોસલાવી ગયું;
નશો જ કંઇક એવો છે પ્રેમનો,
વગર પીધે જ મને કોઈ બહેકાવી ગયું;
#વિશિષ્ટ કંઇક જરૂર હશે એનામાં,
કે ફરી મારાથી આ પ્રેમમાં પડાઈ ગયું;
#વિશિષ્ટ