Dt. 24.8.20. સોમવાર.
*આજ નો મંત્ર *
V: વર્તમાન માં જીવો.
નિત્ય પ્રભાત નો સૂર્યોદય એક નવો દિવસ લઈ ને આવે છે. રાત પુરી થતા તે ગઈકાલ બની જાય છે અને આજ નો દિવસ આવતી કાલ માટે ના વિચાર આપતો જાય છે. આમ દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતી જાય છે. વર્તમાન, ભૂતકાળ બની ભવિષ્ય ની ચિંતા કરાવતો જાય છે. માટેજ ભૂતકાળ ના મળેલા બોધપાઠ નો સદઉપયોગ કરી જીવન માં આવતી નિરાશાઓ ને તિલાંજલિ આપી વર્તમાન માં જીવી લો.
સમય અમૂલ્ય છે. કુદરતે આપણ ને આપેલી મોટી જણસ છે. કુદરતે દરેક વ્યક્તિ ને દિવસ ના 24 કલાક આપ્યા છે. તેને વેડફવા ની જગ્યા એ ભૂતકાળ ના અનુભવ ના આધારે વર્તમાન માં જીવી ભવિષ્ય નું આયોજન કરતો રહે છે. તે સફળતા ના શિખરો હાંસલ કરે છે.
જો આપણે આપણું અંગત, વ્યવસાયિક કે આધ્યાત્મિક જીવન નું નિર્માણ કરવા માંગતા હોઈ એ તો વર્તમાન માં મળતી નવી નવી તકો ઝડપી લેવી જોઈ એ અને વર્તમાન માં પ્રવૃત રહી જીવન ને ઉદેશ્ય પૂર્ણ, આનંદિત, ઉર્જાવાન અને ઉમંગ વાળુ બનાવુ જોઈએ.
ડેવિડ ઓવિલગી એ કહ્યું છે.
"જીવન ની બાજી માં દડા ને અડધો ના ફંગોળો, મેદાન ની બહાર જાય તે રીતે દડા ને ફટકારો "
*Do not dwell in the past, do not dream of the future...concentrate the mind in the present moment*
- *Buddha*
જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.
🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏