ચાર ખૂણા, ચાર દીવાલોની એક છત ઉભી થઈ,
બન્યું ઘરને પછી સગાંઓની અવરજવર થઈ.
લાગણીની અનંત પીડાઓ પર બધાની નજર થઈ,
જોયા કર્યા તમાશા સમાજના બધાએ, પ્રેક્ષક થઈ.
માગ્યું એકાંત તો અશ્વ હણ હણ્યા સગાવાદ થઈ,
ચાલવા માગ્યું તો પગ કાપી કહ્યું રહો પગભર થઈ.
કપીશું જો પગ આપણે એકબીજાના કસાઈ થઈ
મુકામે કેમ પોહચશું, સમાજનો એક ભાગ થઈ?
#સગાવાદ