તમારી નજરે આ મદિરામાં એવું હરામ શુ છે?
આ પુરા જગમાં મારા સિવાય બદનામ શુ છે?
એક હતી તારી ચાહત જેનો નશો રહેતો હતો,
તારા ગયા પછી પીધા સિવાય મારે કામ શુ છે?
પયમાંના સુધી મને લઈ જાય છે આ મારા પગ,
એ નથી જાણતા કદી કે સુરનો અંજામ શુ છે?
એક દોસ્ત આવી બોલ્યો, જીવન ન વેડફ તું,
મેં કહ્યું, જગના ઝેર પીધા છે, આ જામ શુ છે?
પી ગયો છું એવો કે જગતનો બન્યો સમ્રાટ હું,
ભગવાન ને કહી દીધું, 'બોલ દર્શન દામ શુ છે?'
રાતની ક્યાં ઉતરી હતી કે સવારે પીવા બેઠા છું,
મનોજ સુરાને છોડી થોડું જાણ શ્રી રામ શુ છે.
મનોજ સંતોકી માનસ