આવો અમારા બગીચે તો અમારા માટે પણ એક ફૂલ લાવજો..
વાગે જો તેના માટે કાંટો તો એ બહાને કયારેક અમને પણ યાદ કરજો...
જો કરમાઈ જાય કયારેક ફૂલ તો હૈયે લગાડી તેને, તમે એમા મારી યાદ ભરજો..
મળીએ જો અજાણ્યા બનીને તો પણ વાંધો નહિ બસ જોઈને અમને મુખ પર એક સ્મિત જરૂર લાવજો..
જો આવો ક્યારેક મળવા તો કહી દઉં છું, બહુ બદનામ છું હું શહેરમાં, તમને દાગ ના લાગે એ માટે મો છુપાવી આવજો. ...
થાય જો સમય છુટા પડવાનો તો હસીને કહેજો , મારો સમય જતો રહ્યો, "અમે તો આવી ગયા હવે તમે જરૂર આવજો..."
ભાવેશસિંહ....