સગાવાદ ક્યાં નથી?
દરેક પોતાના વ્યવસાયમા સફળ હોય તો એ સફળતાનો લાભ પોતાના સગાને આપવા વિચારેજ!
જેમકે કરિયાણાવાળો પોતાની દુકાન દિકરાને જ સોંપે, ગુમાસ્તો ગમે એટલો હોશિયાર ભલે ને હોય.
ડોક્ટર પોતાના સંતાનોને ડોક્ટર બનાવવા પ્રયત્ન કરશેજ ભલે ને ફી લાખો માં કેમ ના હોય.
લેખક પોતાના સંતાનોને એજ લાઇન મા લાવવા ઇચ્છશે કેમકે પોતાની પ્રતિષ્ઠા નો લાભ મળે,
મોટા બીઝનેશમેન પોતાના બીઝનેશને પોતાના મંદબુદ્ધિ સંતાન ને સોંપશે, લાખ હોશિયાર પારકાને નહીં,
જો આ બધુ ખોટું ના હોય તો એક્ટર અને રાજકારણીઓ માટે ખોટું કેમ?
કે પછી છીંડે ચડ્યો તે ચોર????
0
અરે લાઇક્સ અને રેટિંગ માં પણ સગાવાદ કેમ ભૂલી જવાય!!!
કડવુ છે પણ સત્ય છે કે કયાંક ને ક્યાંક તો આપણે સૌ સગાવાદ ને પોષીએ છીએ, હા જ્યાં આપણને નડે ત્યાં સગાવાદ વખોડીએ પણ છીએ,
કેટલા બેમોઢાળા થઈ ગયા બની ગયા આપણે????
#સગાવાદ