સ્વપ્નના સમુદ્રો ને સૂકવીને,
આંસુઓને ખારા બનાવ્યા,
માપી શકાય તો માપી લો,
પાંપણ બીડેલી આંખો ની ઊંડાઈ ને,
હાસ્યના ફૂવારા ઉડાડતા રહેલા,
પાછળ સુકાઈ ગયેલા મનના ખૂણાને,
માપી શકાય તો માપી લો,
વ્યથિત હૃદયની ઊંડાઈ ને,
સવાલો તો કંઈક ઉઠ્યા જીવનમાં,
છતાં હોઠ બીડાયેલા રહ્યા,
જવાબો હૈયામાં ધરબાયેલા રહ્યા,
માપી શકાય તો માપી લો,
ચૂપકીદી પાછળ ની ઊંડાઈ ને,
માટીનો જીવ માટીમાં મળવાનો,
છતાં અસ્તિત્વ થી અંત સુધી,
માનવી સદા દોડતો રહ્યો,
માપી શકાય તો માપી લો,
દોડ પાછળ ની ઊંડાઈ ને.
# ઊંડાઈ