"ખુલા આકાશની નીચે તપવું ગમે મને"
ખુલા આકાશની નીચે તપવું ગમે મને, જે મળે એ સ્વીકારવું ગમે મને,
નથી જોતા ખોટા દિલાસા જિંદગી માં, જે આપ ખુદાઈથી મળે એ ગમે મને, ખુલા આકાશની નીચે તપવું ગમે મને..!
ખોટી ખોટી વાતો ના ગમે મને, સાચું બોલે ઇ ગમે મને, કોઈ ની વાત આડી અવળી શું કરવી, જે વાત સાચી છે એ મોંઢે કેહવી ગમે મને, ખુલા આકાશની નીચે તપવું ગમે મને..!
મને ક્યાં અભરખો છે મોટા થવાનો, એટલે મોટી મોટી વાતું ના ગમે મને, કોઈ ના આધાર વગર "સ્વયમભુ" જીવવું ગમે મને, ખુલા આકાશની નીચે તપવું ગમે મને..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"