રવિ એવો શાંત અને ભોળો બાળક હતો કે સવારે બીજા બાળકો ની જેમ નિશાળ જવા માટે રડતો નહીં અને વહેલો ઉઠી જતો.તેની માતા તૈયાર કરી દે એટલે બેગ લઈ નિશાળે જતો.રસ્તા માં જતી વખતે આવતું બધું જોતો અને વિચારતો કે જિંદગી કેવી બધા ની જુદી જુદી છે.કોઈ પાસે ઘણા પૈસા છે તો કોઈ પાસે જરૂર પૂરતા જ છે તો કોઈ તો સાવ કંગાળ છે.રવિ રોજ આ બધું જોતો અને મનોમન ભોળા ભાવે વિચારતો કે જિંદગી કેવી હશે હજુ તો હું નાનો છું એટલે કઇ સમજતો નથી. ખબર છે તો બસ એટલી કે ભણી ને પૈસા કમાવાના છે અને જીવન જીવવાનું છે.પછી સમય જાતાં તે મોટો થયો અને થોડી સામાજિક ને વ્યવહારિક વાતો જાણતો અને સમજતો ગયો.ત્યારે એને સમજાયું કે તે નાનપણ માં જેવું વિચારતો હતો એવું કંઈ હોતું નથી.જીવન તો એક અલગ મુકામ પર લઈ જય છે જ્યાં એના બાળપણ ના ભોળાભાવ માટે કોઈ સ્થાન નથી.દુનિયા માં સુખ થી રહેવા અને વૈભવી જીવન જીવવા માટે ખૂબ જ ચાલાકી થી રહેવું પડે તેમજ સમાજ માં સંબંધો રાખવા પડે છે પછી એ મને હોય કે કમને હોય.રવિ ને હવે તો ફરી પેહલા ની જેમ ભોળા બની ને જીવવા ની ઈચ્છા થાય છે પરંતુ સમય એને એ મોકો આપવા જ તૈયાર નથી.એ આ સમાજ ના વ્યવહાર વિચાર સાચવવા અને સમજવા માં જ એટલો વ્યસ્ત રહે છે કે કોઈ નિર્ણય ભોળા ભાવે લઈ શકતો જ નથી.દરેક જગ્યા એ પોતાના અનુભવ ને આધારે જ નિર્ણય લેતો રહે છે.
હવે રવિ વિચારે છે કે કાશ આ જિંદગી માં ફક્ત બાળપણ જ હોત અને કોઈ જવાબદારી વગર જ ભોળાભાવે જીવવાનું હોત તો કેટલું સારું...
આ હતો મારી કલ્પના નો રવિ...
#ભોળો