Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt. 19.8.20. બુધવાર.
*આજ નો મંત્ર *
V: વ્યસન મુક્ત રહો.
જીવન માં એવી આદતો ટેવો નું વ્યસન કરવુ જોઈએ જે જીવન ને આગળ ધપાવે. પાછા ના પાડે. મનુષ્ય માં દેવત્વ જાગૃત થાય તેના માટે પૂ. ગુરુદેવ રામ શર્મા આચાર્યજી ના આદેશ થી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ ના માધ્યમ થી ઘરે ઘરે જઈ વ્યસન મુક્તિ નું કાર્ય કરવા માં આવે છે. અત્યારે સમાજ માં જે નવા નવા રોગ વધી રહ્યા છે તેના માટે વ્યસન ની બદીઓ જવાબદાર છે. માટેજ સરકાર અને અનેક સામાજીક સંસ્થાઓ વ્યસન મુક્તિ માટે કાર્ય કરી વ્યસની વ્યક્તિ ને તેમાંથી છોડાવા નો પ્રયત્ન કરી રહી છે. આ બધા નો શુ કોઈ અંગત સ્વાર્થ છે?
વ્યસન ના કારણે ઘણા કુટુંબ બરબાદ થતા જોવા માં આવે છે. જો ઘર માં વડીલ નેજ બીડી, તમાકુ, દારૂ કે જુગાર જેવુ વ્યસન હશે તો તેમના બાળક માં પ્રવેશતા વાર નથી લાગતી. જ્હોન ડ્રાઈડન :"પહેલા જીવન માં આપણે ટેવો ને પાડી એ છીએ, પછી ટેવો આપણા જીવન નો ઘાટ ઘડે છે ".
જો આપણે આપણા પોતાના અંગત વ્યક્તિત્વ ને, પોતાના પરિવાર ને પ્રગતિ ના માર્ગે, ઉન્નતિ અને સમૃદ્ધિ તરફ લઈ જવુ હોય તો વ્યસન છોડવુંજ પડશે. કોઈપણ ખરાબ આદત છોડવા અને સારી આદત 21દિવસ અપનાવા માં આવે તો ખરાબ આદત છુટી જશે અને સારી આદત ની ટેવ પડી જશે.
વ્યસન છોડવુ એ જીવન નું સકારાત્મક કાર્ય છે. અત્યારે ગંભીર રોગો માંથી મુક્તિ માટે સમય ની માંગ છે. આવો આપણા માં રહેલા ખરાબ વ્યસન છોડી નિત્ય જીવન માં ધ્યાન, વ્યાયામ, પ્રાણાયામ, યોગ વિગેરે જેવી ટેવો અપનાવી જીવન માં સકારાત્મક ઉર્જા ઉભી કરી એ.

*Every form of addiction is bad no matter whether the narcotic be alcohol or morphine or idealism*

*The nature of YOGA is to shine the light of awareness into the darkest corner of body*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.

શ્રાવણ માસ ના અંતિમ દિને મહાકાલ મહાદેવ ને પ્રાર્થના કરી એ આપણા સૌ ની રક્ષા કરે.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111545507
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now