Gujarati Quote in Poem by Parl Manish Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નવરાશ

હા, થોડી નવરાશ જોઈએ છે,
ખુદ ને ખુદ માં શોધવા.....

બીજા શું કહેશે માં
ઘણું બની લીધું બીજા જેવું
હવે થોડું બનવું છે પોતાના જેવું
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદ ને ખુદ માં શોધવા...

બીજા જેવા બનવા ના પ્રયત્ન માં
ખુદ કેવા હતા તે જ વિસરાય ગયું
હવે થોડું પોતે જેવા ઇચ્છતા હતા તે બનવું છે
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદ ને ખુદ માં શોધવા...

બીજા સામે સારા બનવા
પોતાની કેટલીય સારાય ત્યાગી ખોટું પણ કરી લીધું
હવે થોડું પોતાને સારું લાગે તે કરવું છે
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદ ને ખુદ માં શોધવા...

બીજા ની જિંદગી માં મોખરે થવા
બહુ તડપી લીધું યાર
હવે પોતાની જિંદગી માં મોખરે થવું છે
હા, એટલે થોડી નવરાશ જોઈએ છે,
ખુદ ને ખુદ માં શોધવા...

-પર્લ મહેતા

Gujarati Poem by Parl Manish Mehta : 111543184
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now