હવે તો ક્યાં એવી કોઈ નવરાશ રહી ગઈ છે...
જે બની રહ્યા કેન્દ્રબિંદુ હંમેશાથી મારી દરેક વાર્તાનું,
મારી જોડે કરવા એમની વાતો ખલાસ થઈ ગઈ છે.
જે વાતમાં કઈ વાત નતી, પણ સમય ઉડાવી જતી રહેતી,
એ જ વાતો એમને મન ફક્ત શબ્દોની લાશ રહી ગઈ છે.
જ્યાં એક શબ્દથી ખુલી જતા હતા વાતોના અખૂટ ખજાના,
એ અમૂલ્ય ખજાનાની સોગાત હવે બસ રાખ થઈ ગઈ છે.
કંડારતા હતા સાથે બેસીને જે શબ્દોથી સપનાના મહેલો,
એ શબ્દોની હવે હૃદયમાં ઊંડે ક્યાંક મોટી ફાંસ રહી ગઈ છે.
સાચે જ, હવે તો ક્યાં જીવનથી કોઈ આશ રહી ગઈ છે.
- તેજસ
#નવરાશ