પ્રેમ ની નવી શરૂઆત થઈ ગઈ
દિલમાં જાણે વરસાદ થઈ ગઈ
ઉતાવળ ઉતાવળમાં એક વાત થઈ ગઈ
સ્નેહના સુમધુર સંબંધોની શરૂઆત થઈ ગઈ
આશાઓની જાણે પુષ્પવર્ષા થઈ ગઈ
ઉતાવળ ઉતાવળમાં એક વાત થઈ ગઈ
લાગણીઓ મારી અચાનક જીવંત થઈ ગઈ
સપનાઓની જાણે વણઝાર થઈ ગઈ
ઉતાવળ ઉતાવળમાં એક વાત થઈ ગઈ
મન ની ઝૂંપડી મારી અચાનક મહેલ થઈ ગઈ
પ્રેમની જાણે એક નવી સવાર થઈ ગઈ
ઉતાવળ ઉતાવળમાં એક વાત થઈ ગઈ.
- કેયુર શાહ