Gujarati Quote in Story by Krutika Gandhi

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરી ખૂબ ગુસ્સા માં હતી અને હોય પણ કેમ નહીં? જેના પર આટલો બધો ભરોસો કર્યો, પોતાની જાત થી પણ વધારે પ્રેમ કર્યો અને જેના માટે પોતાનું બંધુ જ પાછળ મૂકીને માત્ર પ્રેમ ખાતર ચાલી નીકળી હતી એ પતિ એ પોતાના થી આટલી મોટી વાત છુપાવી હતી. એવું ન હતું કે પતિ ની બીજી સ્ત્રી મિત્રો ન હતી.. ઘણી હતી અને પરી પોતે પણ બધા ને ઘરે પણ આવકારતી અને પ્રેમ થી સંબંધો સાચવતી.. પણ જ્યારે તે પરી ને અણગમતી વ્યક્તિ ના આખા પરિવાર ને મળવા જાય છે એમ ઘરે થી કહીને ગયો અને સામે પક્ષે એની સ્ત્રી મિત્ર એકલી જ મળવા આવવાની હતી એ જાણ હોવા છતાં પરી થી છુપાવ્યું ત્યારે પરી ને માથે તો જાણે આભ તૂટ્યું. આટલું ઓછું હોય એમ જાણી ને તેના માટે લીધેલી ભેટ ની વાત પણ છુપાવી. જ્યારે પરી ને ખબર પડી અને તેને પૂછ્યું ત્યારે તે પરી ને સમજાવી રહ્યો હતો કે પરી ને દુઃખી ન કરવા વાત છુપાવી હતી.

પરી ની આંખો ની સામે તેનું આખું જીવન કોઈ ફિલ્મ ની જેમ ચાલી રહ્યું હતું. તે પત્ની તરીકે નું પોતાનું સ્થાન શોધી રહી હતી. મને દુઃખી નતી કરવી તો જવું જ ન હતું, ગયા પછી છુપાવ્યું શા માટે? આ શબ્દો બહાર આવવા ટળવાળી રહ્યા હતા. પણ આટલા મોટા વિશ્વાસઘાત પછી પરી ના તો માત્ર હોઠ જ ફફડયા. આઘાત થી એટલો મોટો હૃદયરોગ નો હુમલો આવ્યો કે શબ્દો પ્રાણ સાથે જ જતા રહ્યા...
#હોઠ

Gujarati Story by Krutika Gandhi : 111540793
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now