દિલના અરમાનો સૌ દિલમાં રહી ગયાં ,
આપ મારા થઈ પરાયા થઈ ગયાં.
જીંદગી એક તૃષ્ણા બનીને અટકી છે,
પ્રેમના સપનાં અધૂરા રહી ગયાં.
ગમની ઉપર ગમ અમોને દીધાં છે,
જે મળ્યા ગમ હસતાં મોઢે સહી ગયાં.
સ્થાન આખોમાં દીધુું કાજલ ગણી,
તો પણ કાજલ આસુ સાથે વહી ગયાં.
પ્રાણ ન્યોછાવર તમારા પર કરી દીધાં,
તે છતાં દિલમાં ઙંખ થોડા રહી ગયાં.